મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક સતકાર હોટલ પાસે પગપાળા જઈ રહેલા અનિલ પુનસિંહ ભુરિયા ઉ.31 નામના યુવાનને GJ-12-BW-2915 નંબરના ટ્રક ચાલક લાભસિંગ લસમનસિંગ લબાણા રહે.ગુરુદાસપુર, પંજાબ નામના આરોપીએ ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી અનિલભાઈને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈ નવીનભાઈ પુનસિંહ ભુરિયાએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોધ કરી તપાસ હાથ ધરી છે.

