મોરબીના અમરેલી રોડ પાસે આવેલ શ્રધ્ધા પાર્કમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે વીરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા નામના યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ-24 કુલ રૂ.- 8,160નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

