મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ છે. જિલ્લાના 9 રોડ બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ 7 રોડ હળવદ તાલુકામાં બંધ થયા છે. આ સાથે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ બંધ થયો છે.માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી
