HomeGujaratમોરબી તથા કચ્છ જિલ્લામાં ચોરી થયેલ 30 ભેંસોની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ...

મોરબી તથા કચ્છ જિલ્લામાં ચોરી થયેલ 30 ભેંસોની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી તથા કચ્છ જીલ્લાના પોલીસ મથકોમાં પશુ ચોરી અંગે ફરિયાદ નોધાતા માળિયા મિયાણા પોલીસ તે તસ્કરોને પકડવા અલગ-અલગ ટીમો બનાવી અને ગુનો બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે એક શંકાસ્પદ GJ-36-V-7225 નંબરની બોલેરો કારમાં ભેંસ ભરેલ નીકળતા જોવામાં આવતા તેની કારના નંબરના આધારે પોલીસે પોકેટકોપ એપથી આ કાર વિજયભાઈ ગેલાભાઈ ભરવાડ રહે. હળવદના ચુંપણી ગામવાળાની હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે ચુંપણી ગામે રેડ મારતા રાહુલભાઈ બાવાજીની વાડીએથી તે બોલેરો કાર સાથે ચોરીની બે ભેંસ મળી આવતા પોલીસે તે રાહુલભાઈ બાવાજી, હબીબભાઈ મુસાભાઈ મોવર અને તાજમહમદ ઈબ્રાહીમભાઈ મોવર એમ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ ત્રણ શખ્સોએ કુલ 8 ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલ કર્યું હતું અને પૂછપરછ કરતા વધુ એક ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રાનું નામ ખુલ્યું હતું. ભેંસો અને બોલેરો કાર સહીત રૂ.- 6,00,000 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો, આ ગુનામાં ગયેલ 2 ભેંસોને તેના માલિકને પરત સોપી હતી.

તે શખ્સો પ્રથમ આરોપી હબીબભાઇ મુસાભાઈ મોવર તથા તાજમહમદ ઇબ્રાહીમભાઇ મોવરનાઓ મોટર સાયકલ લઇ રેકી કરી બાદ આ કામના પકડવાના બાકી આરોપી ગોપાલભાઇ ગેલાભાઇ ભરવાડ વાળાને ફોન કરી બોલાવતા આરોપી ગોપાલભાઇ ગેલાભાઇ ભરવાડ તથા રાહુલભાઇ અંબારામભાઇ બાવાજી બંને બોલેરો કાર લઇને આવી ચારેય આરોપીઓ ભેગા મળી ઢોર (જીવ)નેમોકો જોઇ બોલેરોમાાં ચડાવી ચોરી કરી લઇ જઇ અલગ-અલગ ગ્રાહકોને વેંચાણથી આપી આર્થીક ફાયદો મેળવતા હતા. આ રીતે ટુકડી બનાવી પશુઓની ચોરી કરતા હતા.   

તે ત્રણ શખ્સો વિરુદ્ધ માળિયા પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW