HomeGujaratCentral Gujaratરાજ્યમાં એક સાથે 234 પી.આઈ.ની બદલી મોરબીના બે પીઆઈ અન્ય જિલ્લામાં મુકાયા...

રાજ્યમાં એક સાથે 234 પી.આઈ.ની બદલી મોરબીના બે પીઆઈ અન્ય જિલ્લામાં મુકાયા 4 નવા મળ્યા

રાજ્યમાં ફરજ બજાવતા 234 બિન હથીયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી હતી જોકે નવા ઓર્ડર ન થાય ત્યાં સુધી તેઓને જે તે સ્થળે પોસ્ટીંગ યથાવત રાખવામાં આવ્યા હતા જોકે હવે આ તમામ 234 અધિકારીઓના જિલ્લા ફેરની બદલી ઓર્ડરને ડીજીપી વિકાસ સહાય દ્વારા મંજુરીની મહોર મારી દેવાઈ છે અને આ તમામ પોલીસ અધિકારીઓને અલગ અલગ જિલ્લામાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે
મોરબી જિલ્લામાં આ બદલી ઓર્ડર બાદ બે પોલીસ ઇન્સ્પેકટર ને અન્ય જિલ્લામાં પોસ્ટીંગ મળ્યું છે જોકે તેની સામે 4 નવા પોલીસ ઇન્સ્પેકટર બદલી મેળવીને આવ્યા છે
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હરેશભાઈ હેરભાને સાબરકાંઠા જિલ્લામાં મુકાયા છે જયારે વીરેન્દ્ર સિંહ સોનારાની બદલી મહીસાગર જિલ્લામાં કરાઈ છે મોરબી જિલ્લામાં 4 પીઆઈ ,મળ્યા છે જેમાં મહી સાગર જિલ્લામાંથી શિવ ચરણ ચારેલ,સાબરકાંઠામાંથી મુક્તાબેન ભાલચંદ્ર મિસ્ત્રી,ગાંધીધામ માંથી યુવરાજસિંહ ગોહિલ,અને ભુજમાંથી રતનસિંહ ગોહિલને મુકવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW