HomeGujaratમોરબીના રવાપરમાં જમીન બાબતે યુવાને તેના કૌટુંબિક સગાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ...

મોરબીના રવાપરમાં જમીન બાબતે યુવાને તેના કૌટુંબિક સગાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોધાવી

મોરબીના રવાપર ગામ વેલકમ પ્રાઈડ બંગ્લોઝમાં રહેતા મયુરભાઈ લખમણભાઈ અઘારા નામના યુવાને ધરમશીભાઇ જીવાભાઇ અઘારા, સંજયભાઇ ધરમશીભાઇ અઘારા અને મનિષભાઇ ધરમશીભાઇ અઘારા નામના તેના કૌટુંબિક બે પિતરાઈ ભાઈ અને ભાઈજી આ ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી જણાવ્યું હતું કે,

મોરબીના રવાપરમાં વડીલો પાર્જીત ભાયુભાગની સર્વે નંબર 18/13 પૈકી 3 જમીન હેકર 1-43-66 ચો.મી.ની જમીન આવેલી છે, જેમાં (1) લખમણભાઈ વાલજીભાઈ અઘારા (2) ભોગીભાઈ વાલજીભાઈ અઘારા (3) જયદીપભાઈ લખમણભાઈ અઘારા (4) મયુરભાઈ લખમણભાઈ અઘારા (5) ભાનુમતીબેન ભોગીભાઈ અઘારા (6) ધવલભાઈ ભોગીભાઈ અઘારા (7) હસ્તીબેન ભોગીભાઈ અઘારા તે રીતે સયુક્ત ભાગીદારીની જમીનમાં આરોપીઓએ ડીસેમ્બર 2022થી ટ્રેકટર ચલાવી શેઢા કાઢી નાખી ગેરકાયદેસર રીતે ખેડવાણ કરી બે એકરથી વધુ જમીન પર કબ્જો કર્યો હતો અને ફરિયાદીને તેની જ માલિકીની જમીનમાં પ્રવેશવા નહિ દઈ અને જમીનમાં આવશો તો કામ તમામ કરી નાંખશું તેવી ધમકી આપી હતી. આ મામલે મયુરભાઈ અઘારાએ તેના જ કૌટુંબિક સગા વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW