મોરબી શહેરમાં સમસ્યાઓએ માથું ઉચક્યું છે ઠેર ઠેર લોકો અલગ અલગ સમસ્યા પાલિકામાં રજૂઆત કરતા હોય છે અરજી કરવા આવતા અરજદારોની પાલિકામાં કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન મળતા હોવાની ફરિયાદ ઉઠતી રહે છે ખાસ કરીને રીસેસબાદ અનેક કર્મચારી સાંજે 4 વાગ્યા સુધી દેખાતા નથી તેના કારણે લોકોના કામ ન થતા હોય અને લોકોને ધક્કા થતા હોય છે
જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી દ્વારા મોરબી શહેરના લોકોના નગરપાલિકાને લગત પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરાવવા બાબતે દર મંગળવારે સવારે નગરપાલિકા ખાતે આવતા હોય છે. આજ રોજ કલેકટર દ્વારા સવારના અનિવાર્ય કારણોસર જઈ શકાયુ ના હતું. એટલે અચાનક બપોરના ૦૩:૦૦ કલાકે નગરપાલિકાની મુલાકાત કરી હતી ત્યાંના દરેક વિભાગની ચકાસણી કરતા કુલ ૨૦ થી વધુ ગુલ્લી બાજ કર્મચારી ગેરહાજર હોવાનું ધ્યાન પર આવ્યુ હતું. આ ગેરહાજર કર્મચારીઓને કલેક્ટરશ્રી દ્વારા નોટિસ આપી કયા કારણોસર ગેરહાજર રહેલ તેનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો.

