HomeGujaratમોરબીમાં સિરામિક ફેક્ટરીના ભાગીદારે કર્મચારી પર કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ

મોરબીમાં સિરામિક ફેક્ટરીના ભાગીદારે કર્મચારી પર કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ

મોરબી ના મહેન્દ્રનગર ગામમાં રહેતા અને લેમ સ્ટોન સિરામિક નામની ફેકટરીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો જયદિપ મનસુખ શેરશીયા નામનો યુવક ગત તા 5 ઓગસ્ટના રોજ ફેકટરીમાં હતો તે દરમીયાન ફેકટરીના પાર્ટનર કાર્તિક મેઘપરા ફોન આવ્યો હતો જેમાં તેન લોકલ ગાડીનો નંબર નાખી બીલ બનાવી દેવા જણાવ્યું હતું જોકે જયદીપે જીએસટી કન્સલ્ટન્ટ દ્વારા આવું બીલ ન બને તેવું જણાવ્યું હોવાથી આવું બીલ નહી બનાવે તેમ જણાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફેક્ટરીએ આવી પહોચ્યો હતો અને તેની સાથે ગાળા ગાળી કરી ઢોર માર માર્યો હતો જે બાદમાં જયદીપ તેનું GJ 36 N 7448 બાઈક લઈને સાજે ઘરે જતો હતો ત્યારે કાર્તિકે તેની GJ 36 F 2881 નંબરની ઈનોવા કાર લઈ પાછળથી ઠોકર મારી નીચે પાડી દીધો હતો બાદમાં બે થી ત્રણ વખત બાઈક પર તેની કાર ચઢાવી આજે તેની પતાવી એવો છે તેવી ધમકી આપી હતી બનાવને પગલે આસપાસના સિક્યુરીટી ગાર્ડ અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જયદીપને બચાવ્યો હતો આરોપી કાર્તિકે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો બનાવ બાદ યુવકને ડાબા હાથ અને ડાબા પગના ભાગે ઈજા પહોચી હતી બનાવ બાદ જયદીપે આરોપી કાર્તિક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી યુવકની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે બીએન એસ કલમ 109 115 (2).351 (2),351 (4)352 અને 324 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW