હળવદ પોલીસ વોચમાં હોય તે દરમિયાન હળવદના એસ્ટ્રોન પેપરમીલ નજીક જતી GJ-36-L-2286 નંબરની ઇકો કાર શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂ બીયરનો જથ્થો ઝડપાયો હતો. તે કારમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-86 કુલ રૂ.- 8,600 અને બીયર ટીન નંગ- 167 તેમજ ઇકો કાર સહીત કુલ રૂ.- 3,25,300 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સ સ્થળેથી ઈંગ્લીશ દારૂ ભરેલી ગાડી મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશનના એક્ટ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

