મોરબીમાં સોમનાથ સોસાયટીમાં આવેલ શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા મીતાલીબેન તેજશભાઈ ભુવા એ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણસર બેડરુમમાં પંખા સાથે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ થતા તેને તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ કરી હતી, તેમાં પ્રાથમિક તપાસ જાણવા મળ્યું હતું કે, પરણીતા તેના પતિ સાથે રહે છે અને તેનો લગ્ન ગાળો 2 વર્ષનો છે એવું જાણવા મળ્યું હતું.

