HomeGujaratમોરબીમાં રોડ રસ્તા સફાઈ સહિતના પ્રશ્નોને લઇ કોંગ્રેસ સોમવારે પાલિકા કચેરીએ...

મોરબીમાં રોડ રસ્તા સફાઈ સહિતના પ્રશ્નોને લઇ કોંગ્રેસ સોમવારે પાલિકા કચેરીએ રામધૂન બોલાવશે

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22-7-2024 ને સોમવારના રોજ સવારે 11:30 કલાકે નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા- રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નોને લગતી પ્રાથમિક જરૂરિયાતો અંગે પ્રજા હાલાકી ભોગવી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ ગટરના પાણી રસ્તા પર ઉભરાય છે. ગટરના ઢાંકણાઓ ખુલ્લા અને તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે આવા પ્રશ્નોનું નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ આવતું નથી અને પ્રજાને ન્યાય મળતો નથી. જેથી આ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW