HomeGujaratકંપનીના કર્મચારીએ કંપનીની જાણ બહાર હોટલો અને ટ્રાવેલ્સ ટીકીટ બુક કરી...

કંપનીના કર્મચારીએ કંપનીની જાણ બહાર હોટલો અને ટ્રાવેલ્સ ટીકીટ બુક કરી 10.43 લાખની છેતરપિંડી કરી

મોરબી જિલ્લામાં અવારનવાર ઓનાલાઈન છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં હાલ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ વરમોરા ગ્રેનીટો કંપનીમાં મૂળ જુનાગઢના વતની અવિનાશ અશોકભાઇ વાઘેલાએ કંપનીમાં હોટલ અને ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા. કંપની દ્વારા તેને હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગ માટે આરોપી અવિનાશને જવાબદારી સોંપી મેક માય ટ્રીપ નામની વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હતા. જે વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડ નો દુરુઉપયોગ કરી અવિનાશ નામના શખ્સે કંપનીની જાણ બહાર 37 હોટલોમાં બુકીંગ કરી, ટ્રાવેલ્સ ટીકીટ પણ બુક કરી લઈ 10,43,600ની રકમની ચુકવણી કંપનીના વોલેટમાંથી કરી નાખી કંપની વિરુદ્ધ વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે તે કંપનીના કર્મચારી મુકુંદભાઈ તુલશીભાઈ સંચાણીયાએ આ વાતની જાણ થતા તેને તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW