HomeGujaratહળવદના ઢવાણા ગામે ટ્રેક્ટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઢવાણા ગામના પાટિયા પાસે રેડ મારતા ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતા ડાયાભાઇ ગોપાલભાઈ પઢીયાર નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. તે શખ્સના ટ્રેક્ટરની ટ્રોલીમાંથી વિદેશી દારૂની 24 બોટલ કુલ રૂ.-8400 તેમજ બિયરના 12 ટીન કુલ રૂ.-1200 મળી આવતા પોલીસે તેનું 2,70,000 લાખની કિંમતનું ટ્રેકટર – ટ્રોલી કબ્જે કર્યા હતા. આરોપીએ દારૂ બિયરનો આ જથ્થો આરોપી સુખદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા પાસેથી મેળવ્યો હોવાનું કબુલ કરતા પોલીસે સુખદેવસિંહને ફરાર દર્શાવી તે બન્ને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW