ટંકારાના લખધીરગઢ ગામે રહેતા અમરશીભાઈ ડાયાભાઇ ઢેઢી એ ખેતીનો વ્યવસાય કરતા હતા.તેનો દીકરો દિગ્વીજયભાઇ અમરશીભાઇ ઢેઢી તે ગત તા.-18/06 ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘરેથી વડોદરા કામથી જવાનુ કહીને નીકળ્યા હતા.તપાસ કરતા ગુમ થનારનો ફોન પણ બંધ આવતો હોય જેથી તેનો દીકરા ગુમ થવા અંગે એ ટંકારા પોલીસ મથકમાં જાણ કરી છે, પોલીસે ગુમસુધાની તપાસ શરુ કરી છે.

