HomeGujaratહળવદના ઈશ્વરનગરમાં રસોઈ મોડી બનતા પુત્રવધુની હત્યા કરનાર સસરાને આજીવન કેદ 21...

હળવદના ઈશ્વરનગરમાં રસોઈ મોડી બનતા પુત્રવધુની હત્યા કરનાર સસરાને આજીવન કેદ 21 હજારનો દંડ

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામમાં વર્ષ 16 માર્ચ 2018ના રોજ આશાબેન વિનોદભાઈ ભાડજા નામની પરણીતા તેના ઘરમાં રસોઈ બનાવતી હતી જોકે રસોઈ બનાવવામાં મોડું થઇ જતા આશાબેનના સસરા મગનભાઈ પરસોતમભાઈ ગુસ્સે થઇ ગયા હતા અને રસોઈ કેમ સમયસર બનતી નથી તેમ કહી આશાબેન પર લાકડી વડે જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા ત્યાં જ ઢળી પડી હતી તેમજ તેઓએ કેરોસીન છાંટી પુત્રવધુને સળગાવી દીધી હતી ઘટના બાદ આશાબેનના પતિ દિયર સાસુ સહિતના તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલ લાવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો
આશાબેનના મૃત્યુ પહેલા તેઓએ આખરી નિવેદનમાં સમગ્ર ઘટના પોલીસને જણાવતા પોલીસે મૃતક આશાબેનના નિવેદન આધારે આરોપી મગનભાઈ સામે આઈપીસી 302 307 324 સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોધી તેની ધરપકડ કરી મોરબી જેલ હવાલે કરાયા હતા
આ ઘટનામાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો જયા સરકારી વકીલ સંજયભાઈ દવે દલીલો કરી હતી સાથે સાથે કેસને લગતા 20 સાક્ષીઓના મૌખિક નિવેદન લેવાયા હતા તેમજ 37 જેટલા લેખિત પુરાવા પણ રજુ કરવામાં આવ્યા હતા
સામે બચાવ પક્ષ દ્વારા પણ જરૂરી દલીલો અને પુરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને કસુર વાર ઠેરવી આજીવન કેદની સજા અને 21 હજારનો દંડ પણ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW