મોરબીની કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ,મફતીયાપરા પાસે રહેતા રાજુભાઈ બાબુભાઈ કોળી એ તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી હારજીતનો તીન પતીનો જુગાર રમાડી સાધન સગવડ પૂરી પાડી તેના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને જુગારનો અડ્ડો ચલાવતા હોવાનું એલસીબી પોલીસને માહિતી મળતા તે સ્થળે રેડ મારતા જુગાર રમતા(1) રાજુભાઈ બાબુભાઈ ચૌહાણ (2)અબ્દુલભાઈ મામંદભાઈ જુણાજ (3) સફીર તારમહમંદભાઈ મોટલાણી (4) ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર અને ઈસ્માઈલ કાદરખાન બ્લોચ નામના પાંચ આરોપીને પકડી પાડ્યા હતા.તે આરોપીઓ પાસેથી કુલ રૂ.-60,500 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કર્યો હતો.તે આરોપીઓ વિરુદ્ધ મોરબી ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

