મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા અરવિંદભાઈ ચંદુભાઈ અઘારીયા નામના યુવાનના પત્ની મનીષાબેને આરોપી ની પત્ની કાજલને તેનો પતિ મયુર હરખાભાઈ માલણીયાત રાત્રીના સમયે તેના ઘરનો દરવાજા કેમ ખટખટાવતો હતો તેમ પૂછતાં કાજલબેન અને તેના સાસુ ભાનુબેન અરવીંદભાઈના પત્ની મનીષા અને તેની માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો આં ઝઘડાનું મનદુઃખ રાખી મયુર હરખાભાઇ માલણીયાતે અરવીંદભાઈના પિતા ચંદુભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો આ ઘટનામાં ચંદુભાઈ બાબુભાઈ અઘારીયા નામના પ્રોઢને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે પ્રથમ જેતપર સીએચસી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે ઈજા ગંભીર હોવાથી વધુ સારવાર માટે મોરબી સિવિલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે મૃતક ચંદુભાઈના પુત્ર અરવિંદભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

