HomeGujaratહળવદ તાલુકા લાંચના અલગ અલગ કેસમાં ત્રણ લાંચિયા અધિકારીને મોરબી કોર્ટે ફટકારી...

હળવદ તાલુકા લાંચના અલગ અલગ કેસમાં ત્રણ લાંચિયા અધિકારીને મોરબી કોર્ટે ફટકારી સજા

તત્કાલીન ટીડીઓ અને બે તલાટી મંત્રીને અલગ અલગ સમયે એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા હતા

લાંચના કેસમાં એક દિવસમાં ત્રણ અધિકારીઓને સજા ફટકારતો પ્રથમ ચુકાદો

મોરબી સેશન્સ કોર્ટમાં આજે લાંચિયા અધિકારીઓને ચેતવતો અને લોકોને ન્યાયતંત્રની વ્યવસ્થા પર વિશ્વાસ વધારતા ત્રણ ચુકાદા સામે આવ્યા હતા.જેમાં વર્ષ૨૦૦૮થી વર્ષ ૨૦૧૩ દરમિયાન હળવદ તાલુકામાં એક ટીડીઓ અને બે તલાટી કમ મંત્રી ને એસીબી એ લાંચ લેતા ઝડપી લીધા હતા અને કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં તેની ટ્રાયલ ચાલી હતી જેમાં મોરબી સિવિલમાં મદદનીશ સરકારી સંજય સી દવે એ ફરિયાદી તરફથી પોતાનો પક્ષ રજૂ કર્યા હતા અને કેસને લગતા પુરાવા રજૂ કરી તેમજ દલીલો કરી હતી જેના આધારે આજે કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને તેઓને ચાર ચાર વર્ષની કેદ અને ૨૦ હજાર આરોપી દીઠ દંડ ફટકાર્યો હતો.

કોન્ટ્રાકટર ની ડીપોઝિટ પરત આપવા 2000 માગનાર ટીડીઓને 4વર્ષની કેદ

વર્ષ 2013 માં જે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા હળવદ તાલુકા ના વતની એક યુવાને ને જે તે સમયે હળવદ તાલુકા પંચાયત માં આવતા કાગળનો ઝેરોક્ષનો કોન્ટ્રાકટ મળ્યો હતો જે બાદ કોન્ટ્રાકટ પૂરો થઇ જતાં આશિષ કુમારે ડિપોઝીટની રકમ પરત મેળવવા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી પાસે ગયા હતાં અને તેની ડિપોઝિટ પરત આવવા રજુઆત કરી હતી જોકે મુકુંદ રાય દ્વારા ડિપોઝિટ બદલ રૂપિયા 2000ની લાંચ માંગતા તેમણે એસીબીમાં ફરિયાદ કરતા આરોપી છટકામાં આવી જતા આ કેસ ચાલી જતા અદાલતે છ મૌખિક અને 18 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વારસાઈ એન્ટ્રીની કામગીરી માટે જતા તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે 14 હજાર લાંચ માંગી બાદમાં 12 હજારમાં નક્કી કરી લાંચ પેટે 6000 સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ જતા આ અંગેનો કેસ ચાલી જતા 6 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

જમીન દાખલા માટે 500ની લાંચ માગનાર તલાટી ને 4 વર્ષની કેદ

હળવદ તાલુકાના પ્રતાપગઢ બા વતની રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયા વર્ષ 2008માં મયુરનગરમાં આવેલ ખેતીની જમીનનો દાખલો કાઢી આપવા મામલે તલાટી મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ 500 રૂપિયાની લાંચ માંગી હતી જેથી જે તે સમયે તેઓએ એસીબીમાં ફરિયાદ કરતાએસીબી દ્વારા જે તે સમયે છટકું ગોઠવી તલાટી મંત્રી લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા જે બાદ આ અંગેનો કેસ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની અદાલતમાં ચાલી જતા કોર્ટે 7 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW