હળવદ શહેરમાં અનેક જગ્યાએ જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યાં છે. ત્યારે હળવદ નગરપાલિકાએ શહેરમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ બાબતે ચાર જેટલી એજન્સીઓને નોટિસ ફટકારી છે. નગરપાલિકા દ્વારા નોટિસ આપી હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીઓને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
હળવદ શહેરમાં મોતના માંડલા સમાન લાગેલા જોખમી હોર્ડિંગ્સને લઈને હળવદ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. શહેરમાં જોવા મળતા જોખમી હોર્ડિંગ્સ બાબતે નગરપાલિકાએ ચાર જેટલી એજન્સીઓને નોટિસ ફટકારી છે. જેમાં કલા પબ્લિસિટી (રમેશભાઈ), શિવ પબ્લિસિટી (જીવનભાઈ), ચિત્રા પબ્લિસિટી (અશ્વિન ભાઈ) અને વાસુકી પબ્લિસિટી (ગિરિરાજ સિહ)ને નોટિસ ફટકારી 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા અન્યથા હોર્ડિંગ્સ ઉતારી લેવા અલ્ટીમેટમ આપ્યું છે. હોર્ડિંગ્સ મજબુતાઈ માટેનું સ્ટ્રક્ચર, ઈન્સ્યોરન્સ પોલીસી, હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી સહિતના દસ્તાવેજો રજૂ કરવા નોટિસ આપી છે.

