રાજ્યમાં હાલ કમોસમી વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ માપ બદલાવ આવ્યો છે સોમવારે મોરબીમાં અને વાંકાનેર માં મીની વાવાઝોડા સાથે વરસાદ થયા બાદ આજે બુધવારે ફરી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો વાંકાનેરમાં ગાઢ વાદળો છવાયા હતા અને પવન ફૂંકાયો હતો તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી જાપટુ પણ પડ્યું હતું ત્યારે આ ગાજ વીજ વરસાદી માહોલ વચ્ચેવાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં 7 બકરાના મોત નિપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ભારે પવનના કારણ. વાડી વિસ્તારમાં અનેક જગ્યાએ પતરા પણ ઉડયા હતા.
મોરબી જિલ્લામાં આજે અમુક સ્થળોએ વંટોળીયા સાથે વરસાદ પડ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વેળાએ ગામના સિમ વિસ્તારમાં આવેલામૈસૂરભાઈ હુકાભાઈ નામના માલધારી ના વાડા વીજળી ત્રાટકી હતી બનાવ વખતે વાડામાં રહેલ 7 જેટલા બકરાના મોત થયા છે. આ સાથે વાડી વિસ્તારમાં અમુક જગ્યાએ પતરા સહિતની વસ્તુઓ ઉડી ગઈ હતી.

