HomeGujarat"મીડિયેશન એ ટુલ ફોર આરબીટેશન એન્ડ કોમર્શિયલ કોર્ટસ" વિષય પર બે દિવસીય...

“મીડિયેશન એ ટુલ ફોર આરબીટેશન એન્ડ કોમર્શિયલ કોર્ટસ” વિષય પર બે દિવસીય સમારોહ યોજાઓ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ના નિર્દેશો અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીરેન એ. વૈષ્ણવ તથા ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ એકેડેમીના પ્રમુખ જસ્ટિસ એ. વાય. કોગજે ના સબળ માર્ગદર્શન હેઠળ દેશભરમાં પ્રથમ એવો નવતર પ્રયાસ ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ એકેડેમી, ગુજરાત રાજ્યકાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત હાઇકોર્ટ આરબીટેશન સેન્ટરના સંયુક્ત નેજા હેઠળ બે દિવસીય ” મીડિયેશન એ ટુલ ફોર આરબીટેશન એન્ડ કોમર્શિયલ કોર્ટસ” યોજાયેલ જેનું ઉદ્ઘાટન સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ વિક્રમનાથ હસ્તે કરવામાં આવેલ સમારંભમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉપરાંત હાઇકોર્ટના જજીસ, વકીલો, જિલ્લા ન્યાયાધીશો, તાલીમ પામેલા મધ્યસ્થીઓ, તથા કાયદાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ. જસ્ટિજ વિક્રમનાથ મધ્યસ્થી વૈકલ્પિક તકરાર નિવારણના એક વિશિષ્ટ માધ્યમ તરીકે લવાદી પ્રક્રિયામાં પણ ઉપયોગી હોવા અંગે ભાર મુકેલ. તેઓ દ્વારા તેમના અનુભવો તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંતર્ગત કાયદા ના પ્રબંધોનું વિશ્લેષણ કરેલ. ચીફ જસ્ટીસ દ્વારા કરાયેલી અસરકારક પ્રેઝન્ટેશનમાં કોમર્શિયલ કોર્ટના મીડિયેશનને લગતી બારીક જાણકારી આપવામાં આવેલ. આ સમારંભમાં બે તજજ્ઞો તારીકખાન તથા જવાદ હૈદરાબાદ ઇન્ટરનેશનલ મીડિયેશન સેન્ટરથી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ મીડિયેશનની પ્રક્રિયા ગુજરાતની તમામ અદાલતમાં સબળ બનાવવા ખૂબ ભાર આપી રહ્યા છે જેને તમામે બિરદાવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW