HomeGujaratમોરબીના પીપળીયા પાસે બેકાબુ ઇકો કાર દુકાનમાં ઘુસી, દુકાનદારને ઈજા

મોરબીના પીપળીયા પાસે બેકાબુ ઇકો કાર દુકાનમાં ઘુસી, દુકાનદારને ઈજા

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બે દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનાને પગલે એક દુકાનમાં અફર તફરી સર્જાઈ હતી.લક્ષ્મી ચેમ્બરમાં આવેલ રવી જનરલ સ્ટોર નામની દુકાનમાં એક બેકાબુ ઇકો કાર અચાનક ઘડાકા ભેર ઘુસી ગઈ હતી બનાવને પગલે દુકાનમાં બેઠેલા દુકાનદાર કશું વિચારે તે પહેલા તેના સુધી પહોચી ગઈ હતી.અને તેની સાથે અથડાઈ હતી આ ઘટનામાં દુકાનદારને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અગે મોરબી તાલુકા પોલીસેકાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે માળીયા રોડ પર લક્ષ્મીચેમ્બર મા બેન્ક ઓફ બરોડા ની પાસે આવેલ રવિ જનરલ સ્ટોર ચલાવતા પ્રવીણભાઈ કાનજીભાઈ દેત્રોજા એ થળા પર બેઠા હતા.ત્યારે જીજે-36-એજે0515 ના નંબરની ઇકો પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવતો એક શખ્સે તે રવિ જનરલ સ્ટોર ના થળા સાથે ઇકો કાર ભટકાળી હતી.આ અકસ્માત અંગે રવિ જનરલ સ્ટોરમાં બેઠેલા પ્રવીણભાઈ ના નાકના અને પગના ભાગે ઈજા પોહચાડી હતી.તે દુકાનામાં રહેલ સામ્રગી ને નુકસાન પોહચાડી અને તે શખ્સ તેની કાર મૂકી નાસી ગયો હતો.આ બનાવ અંગે પ્રવીણભાઈ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW