HomeGujaratમોરબીમાં ભાઈ લીધેલા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજ ખોરોએ યુવક ને ઢોર...

મોરબીમાં ભાઈ લીધેલા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજ ખોરોએ યુવક ને ઢોર મારમાર્યો

મોરબીના કામધેનુ બાયપાસ પાસે આવેલા ઇન્દ્ર પ્રસ્થ સોસાયટીમાં રહેતાં વેપારી યુવાન દશરથભાઈ સુરેશભાઈ ડાભી ના ભાઈએ જયેન્દ્રએ આ કામેના દિવ્યેશ રબારી પાસેથી બે મહીના પહેલા રૂ.૪૦,૦૦૦/- ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં જયેન્દ્રભાઇએ આરોપી ને રૂ.૩૦,૦૦૦/- પરત આપી દીધેલ હોવા છતા તેની પાસે હજુ રૂ.૮૦,૦૦૦/- ની પઠાણી ઉઘરાણી કરતા હોય જે બાબતેની જાણ દશરથ ભાઈને થતાં દિવ્યેશને ફોન કરી પોતાની લેણી નિકળતી રકમ એક મહીના પછી આપી દેશે તેમ કહેલ પરંતુ તેનીપાસે રૂપીયા ની સગવડ ન થઈ હોવાથી આ કામેના આરોપીનં.૧ ને રૂપીયા આપી શકેલ નહી જે બાબતેનો ખાર રાખી દશરથ ભાઈ. મોરબી નવા બસસ્ટેન્ડે ગયેલ હોય ત્યારે આ દિવ્યેશ રબારી તથા (૨) વિશાલ રબારી એ યુવકને ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી નં.૧ નાએ ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે યુવાને એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW