HomeGujaratમોરબીના પત્રકારને ઠોકર મારી ફરાર થવાની ઘટનામાં કારની ઓળખ થઇ,ગુન્હો દાખલ...

મોરબીના પત્રકારને ઠોકર મારી ફરાર થવાની ઘટનામાં કારની ઓળખ થઇ,ગુન્હો દાખલ કરાયો

મોરબીના પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિ અને તેના મિત્ર પાર્થ પટેલ ગત તા 18 ના સાંજના સમયે તેના સામા કાઠા વિસ્તારમાં આવેલા ડી વાય એસપી કચેરીથી સમાચાર અંગેની કામગીરી પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે મોરબીના મયુર પુલ એક અજાણી કારે વિપુલભાઈના બાઈકને ઠોકર મારી હતી અચાનક પાછળથી કારની ઠોકર વાગતા બાઈક બેકાબુ થઈ ગયું હતું અને બ્રીજના ફૂટ પાથ તરફ નમી જતા વિપુલભાઈ ને માથાના ભાગે અને કાનના ભાગે ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ કાર ચાલક દ્વારા ઈજાગ્રસ્ત ની મદદ કરવાના બદલે ત્યાંથી ફરાર થઇ ગયો હતો
બનાવ બાદ પોલીસ અક્સમાત સર્જનાર કાર ચાલકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન જીજે 36 એ એલ 7925 નમ્બરની કાર હોવાનું સામે આવતા અંતે પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW