આરટીઈ એક્ટ હેઠળ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મુજબ ખાનગી શાળામાં મંજુર થયેલ જગ્યા માટે ઓનલાઈન અરજી મગાવવામાં આવી હતી મોરબી જીલ્લાની અલગ અલગ શાળામાં કુલ 596 અરજી માટે જગ્યા માટે પ્રથમ તબક્કામાં પ્રવેશ પ્રકિયા હાથ ધરી હતી. મંજુર થયેલ જેમાં આજે અંતિમ દિવસ સુધીમાં 441 વાલીઓએ પ્રવેશ મેળવી લીધો હતો જોકે 24 વાલીઓ પ્રવેશ માટે પહોચ્યા ન હતા જેથી હવે બીજા રાઉન્ડમાં ફરી બાકી 51 જગ્યા માટે ફરી તક આપવામાં આવશે
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી શાળામાં ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકો ખાનગી શાળામાં નિ શુલ્ક અભ્યાસ કરી શકે તે માટે દર વર્ષે પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવે છે અને તેના ભાગરૂપે આ વર્ષે પણ પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. અને ગત તા 14 રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી 30 માર્ચ સુધી ચાલી હતી. 31 માર્ચ સુધીમાં જિલ્લામાં 4477 અરજીઓ આવી હતી જેમાંથી 1 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ઓનલાઈન અરજી બાદ તેની ચકાસણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 6 થી 9 એપ્રિલ દરમિયાન મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અરજીની ચકાસણી પૂર્ણ કરી હતી અને 931 અરજી અધુરી માહિતી અથવા ડુપ્લીકશન કે અન્ય કોઈ કારણસર રદ કરવામાં આવી હતી હવે આજની સ્થિતિએ મોરબી જીલ્લામાં આર ટી ઈ માં પ્રવેશ મેળવવા 3596 અરજી માન્ય રહી છે જેની સામે સીટ માત્ર 596 જેટલી જ રહી હતી આ અરજી પ્રકિયા પૂર્ણ થયા બાદ જે પણ બાળકની અરજી મંજુર થઇ હતી તેને નજીકની શાળામાં પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરવા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના માટે કેટેગરી મુજબ પસંદ થયેલા 496 અરજદારોને તેમણે પસંદ કરેલી શાળામાં પ્રવેશ માટે આરટીઈ પ્રવેશ અંગેનું એડમીટ કાર્ડ તેમજ જરૂરી કાગળ સાથે શાળામાં 22 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો જે આજે પૂર્ણ થઈ ગયો હતો 22 એપ્રિલ સુધીમાં કુલ 441 છાત્રોએ એડમીટ કાર્ડ શાળામાં જમા કરાવતા તેમના પ્રવેશ મંજુર થઇ ગયા છે જોકે 24 વાલીઓ હજુ પ્રવેશ માટે ત્યાં પહોચ્યા ન હતા. જેથી હવે બીજો રાઉન્ડ શરુ થશે ત્યારે વધુ 51 અરજદારોને પ્રવેશ માટે તક મળશે.

