મોરબી તાલુકાના ગોર ખીજડિયા ગામમાં રહેતા રમેશભાઇ વનુભાઈ ગોરિયા ની જેપુર મોરાવાડી વિસ્તારમાં આવેલા વાડીમાં મજૂરી કામ કરતો મૂળ એમપીના અડવા ગામનો વતની શ્રમિક સબે સિંગ ઉર્ફે મૂકો કેરુભાઈ દેવકીયા વાડીના કુવામાં રહેલી ઇલેક્ટ્રિક મોટર રિપેર કરવા કૂવામાં ઉતર્યો હતો દરમિયાન કૂવાના પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું.બનાવ અંગે ગામના સરપંચ દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બે કલાક બાદ મૃતદેહ પીએમ અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે પીએમ કાર્યવાહી કરી હતી.

