હળવદ-માળીયા હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો સામે આવે છે અને જેમાં કેટલાક લોકોના મોત પણ થયાની ઘટનાઓ બની છે. ત્યારે ફરી એકવાર હળવદ માળીયા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. હળવદ-માળીયા હાઈવે પર રણજીતગઢ પાસે વહેલી સવારે આઈસર ટેમ્પો નંબર જીજે-01-સીયુ-9692 અને મીની ટેમ્પો નંબર એમએચ-48-બીએમ-8914 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતા મીની ટેમ્પો સામે આઈસર ટેમ્પો આવતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાં બન્ને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

