મોરબી જિલ્લાની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા જિલ્લામાં નોંધાયેલા ટ્રસ્ટોને તેમની જે તે વર્ષ ની આવક મુજબ માંગણા અંગેની નોટીસો મોકલી ફાળો વસુલ કરવામા આવે છે. જે પી.ટી.એ. ફંડમાંથી ચેરીટી તંત્ર કાર્ય કરે છે અને પોતાનો તંત્રનું વહિવટ અને સંચાલન કરે છે. સંયુક્ત ચેરિટી કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત ચેરિટી કમિશનર, રાજકોટ જે. કે. પંડયા તથા મદદનીશ ચેરીટી કમિશનર પૃથ્વીરાજસિંહ બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ફાળા અંગેની વસુલાતમાં ઝડપથી વધારો કરવામાં આવ્યો છે અને આ વર્ષમાં થયેલા ફાળાની રકમે ગુના વર્ષમાં તમામ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સર્જ્યો છે મોરબી જીલ્લામાં ભૂતકાળના નાણાકિય વર્ષ દરમિયાનના ફાળાની રકમ જોઈએ તો વર્ષ 2019-2020માં રૂ. 7,01,369, વર્ષ 2020-2021માં રૂ. 3,14,986, વર્ષ 2021-2022માં રૂ. 26,13,159, વર્ષ 2022-2023માં રૂ. 23,73,656, વર્ષ 2023-2024માં રૂ. 35,31,951નો ફાળો વસુલ કરવામાં આવ્યો છે. વર્ષ 2023-2024માં મોરબી કચેરી દ્વારા આજ દિન સુધીમાં પ્રથમ વખત આટલી મોટી રકમ રૂ. 35,31,951નું ભંડોળ ભેગુ કરેલુ છે અને ફક્ત રૂ. 4,03,769 નુ માંગણુ બાકી છે, તેમ મદદનીશ ચેરિટી કમિશનર, મોરબી પ્રદેશ પૃથ્વીરાજસિંહ બી.જાડેજાએ જણાવ્યું હતું

