સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દી નો ધસારો વધ્યો, બાળકોમાં ચેપી રોગ નું પ્રમાણ વધુ
મોરબીમાં જિલ્લામાં ઉનાળાના આગમન સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આકરી ગરમી વચ્ચે જિલ્લામાં વાયરલ બીમારીનું જોર પણ વધ્યું છે. મોરબી જીલ્લામાં માત્ર એક મહિનામાં અલગ અલગ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રમાં સત્તાવાર રીતે તાવ શરદી ઉધરસમાં 996 કેસ નોંધાયા છે. આં ઉપરાંત ખાનગી કલીનીક અને હોસ્પિટલમાં પણ બાળકોમાં ચેપી રોગનું પ્રમાણ વધ્યું છે.
શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે મોરબી જિલ્લામાં ગરમીનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે
જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન સરેરાશ 37 થી 41 ડિગ્રી વચ્ચે રહ્યું હતું તો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગરમીના મિજાજ જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રણ ચાર દિવસથી વાદળની આવન જાવન કારણે સામાન્ય રાહત વચ્ચે પણ લઘુતમ તાપમાન 38 -39 ડિગ્રી વચ્ચે રહે છે આકરી ગરમી વચ્ચે મોરબી જિલ્લા સીઝનલ બીમારીઓ પણ માથું ઉચક્યું છે, મોરબી જિલ્લામાં માર્ચ મહિનામાં શરદી ઉધરસ અને સીઝનલ તાવ અને ડાયરિયા સહિતના કેસમાં ઉછાળો આવ્યો હતો આજે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ યથાવત રહ્યો છે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ ના ચોપડે માર્ચ મહિનામાં સતાવાર રીતે 996 કેસ નોંધાયા હતા માર્ચ મહિનામાં નોંધાયેલા 996 કેસમાં 327 તાવના, 317 ઝાડા ઉલટી,320 શરદી ઉધરસ ના કેસ જોવા મળ્યા હતા આ ઉપરાંત 32 જેટલા કફ જન્ય બીમારી જોવા મળી હતી એપ્રિલ મહિનામાં પણ શરદી ઉધરસ અને તાવના કેસ જોવા મળ્યા હતા. મોરબી જિલ્લામાં બાળકોમાં આ હાલ સીઝનલ બીમારીનું પ્રમાણ વધ્યું છે મોટા ભાગના બાળકોમાં માથાના દુખાવો તાવ કળતર ડાયરિયા સહિતના લક્ષણ વધુ જોવા મળી રહ્યા છે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી કલીનીકમાં બાળકોના કેસ વધી રહ્યા છે.મોરબી 108માં પણ ડી હાઈડ્રેશન અને ચક્કર આવવાના કેસ વધ્યા
ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકોમાં પ્રવાહીનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે અને તેના કારણે ચક્કર આવવા આંખમાં અંધારા આવવા માથાના દુખાવા ઉબકા ઉલટી સહિતના કેસમાં ઉછાળો નોંધાયો છે
મોરબી જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન ડી હાઈડ્રેશન ના કારણે માથાના દુખાવા શરીરમાં દુખાવો થવાન 91 કેસ બેભાન થવાના 63 કેસ તાવ અને માથાના 65 કેસ તેમજ ઝાડા ઉલટી ના 50 કેસ મળી એક મહિના 269 કેસ નોંધાયા હતા તેમ મોરબી 108ના ઈ.એમ.ઈ દિનેશભાઈ જલુ એ જણાવ્યું હતું
ગરમીનું જોર આગામી દિવસમાં વધશે લોકોને તકેદારી રાખવા અપીલ
આગામી દિવસ માં ગરમીની સ્થિતિને અને તેના કારણે લોકોને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે શક્ય હોય તો બપોરે 1થી 4 દરમિયાન જરૂર ન હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ ,જો કોઈ કારણસર બહાર જવું પડે તો શરીર સંપૂર્ણ પણે ઢાંકી શકાય તેવા વસ્ત્રો પહેરવા, વારંવાર પાણી પીવું, સુતરાઉ કાપડ પહેરવા બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે જે માર્ગદર્શિતા જાહેર થાય તેનું પાલન કરવામાં આવે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતા દવે જણાવ્યું છે

