અગાઉ 10 મહિના સુધી ગોકળ ગતિ એ કામગીરી બાદ છેલ્લા બે મહિના ઝુંબેશ ચલાવી
સૌરાષ્ટ્રની મોટી નગરપાલિકાઓ પૈકી મોરબી નગરપાલિકામાં 80 હજાર મિલકત નોધાયેલ છે જોકે દર વર્ષે વેરો ભરનારની સંખ્યા માં ઘટાડો જોવા મળ્યો છે મોરબી જિલ્લામાં 31 માર્ચ 2023 સુધીમાં 34 300 આસામીઓ વેરો ભરવા આવ્યા હતા અને 29.80 કરોડની ડીમાંડ સામે 16.57 કરોડ જેટલી વસુલાત કરવામાં સફળ થયા હતા જોકે આ વર્ષે વેરો વસુલાતમાં પાલિકા જાણે રહી રહીને જાગી હોય તેવી સ્થિતિ બની હતી મોરબી પાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વેરા વસુલાતની ઝુંબેશ શરુ કરી અને લાંબા સમયથી વેરો બાકી હોય તેવા 5000 આસામીઓને રીમાઇન્ડર નોટીસ મોકલી હતી તો 5 લાખ કે તેથી વધુ મિલકત બાકી હોય તેમણે આખરી નોટીસ તેમજ જપ્તી નોટીસ મોકલવામાં આવી હતી બાદમાં 4 જેટલી મિલકત સીલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા વેરો વસુલ કરવા છેલ્લા બે મહિના તેજ ગતિએ દોડવા પ્રયાસ કર્યો અને તેની અસર પણ થઇ અને 50 દિવસ માં પાલિકાએ 5.07 કરોડ જેટલો મિલકત વેરો વસુલ કરી શકી હતી જોકે આ વસુલાત અગાઉના 8 મહિનામાં જે સુસ્તી હતી તેની ભરપાઈ કરી શક્યા નથી અને આખા વર્ષની કુલ 31.82 કરોડની ડીમાન્ડ સામે 26 માર્ચ 2024 સુધીમાં કુલ 13.70 કરોડ ની જ વસુલાત કરી શકી હતી ટકાવારીની દ્રષ્ટીએ આ વસુલાત કુલ ડીમાન્ડના 43.54 ટકા જ થઇ શકી હતી.
આ ઉપરાંત વેરો ભરપાઈ કરનારા આસામીઓની સંખ્યા જોઈએ તો 80 હજાર આસામી સામે 30 281 આસામી ઓ વેરો ભરવા પાલિકા એ પહોચ્યા હતા. હજુ પાલિકા પાસે એક સપ્તાહનો સમય બાકી છે છેલ્લા દોઢ મહિના દરમિયાન દૈનિક આવકની સરેરાશ 7 લાખ આસપાસ રહ્યું હતું તે આગામી એક સપ્તાહમાં વધુ 50 લાખ આવક થાય તેવી શક્યતા આમ 31 માર્ચ સુધીમાં કુલ વસુલાત રૂ 14 .50 કરોડ થવાનો અંદાજ છે
ઝુંબેશ છતાં ઓછી વસુલાતના કારણ
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રીબેટ યોજના ચલાવી હતી જેના કારણે આસામીઓને ટેક્સમાં ફાયદો થતા લોકો આ વર્ષે પણ આ લાભ મળશે તેવી અપેક્ષાએ વેરો ભરવાનું ટાળ્યું
પાલિકામાં લાંબા સમયથી કર્મચારીઓની ઘટ્ટનો પ્રશ્ન લાંબા સમયથી છે જેના કારણે સમય નોટીસ પાઠવી ન શકાય પરિણામે લોકો વેરો ભરવા ન આવ્યા
વેરા વસુલાત ઝુંબેશની મોડી શરુઆત, પણ ગત વર્ષ કરતા ઓછી વસુલાતનું સૌથી મોટું કારણ જવાબદાર માનવામાં આવે છે
મોરબી પાલિકામાં ઝુલતા પુલ દુર્ઘટના બાદથી સતત ચીફ ઓફિસર બદલતા રહ્યા છેલ્લા એક વર્ષમાં જ 5 જેટલા ચીફ ઓફિસર બદલાયા હતા જેના કારણે પાલિકામાં કામગીરી પર યોગ્ય મોનીટરીંગ ન થયું
ગત વર્ષે 80 હજારમાંથી 34,300 જેટલા ભરાયા હતા
મોરબી જિલ્લામાં 80 હજાર જેટલી આસામીઓ નોધાયેલ 34,300 આસામી ઓ વેરો ભરવા પહોચ્યા હતા જોકે આ વર્ષે 26 માર્ચ સુધીમાં માત્ર 30 821 આસામીઓ વેરો ભરવા પહોચ્યા હતા

