બે દિવસ પહેલા ટંકારા તાલુકાના રામપર કોયલી ગામમાં દીપડો આવી ચડયો હોવાનો ગ્રામજનો ની ફરિયાદ મળતા વન વિભાગ ધંધે લાગ્યું હતું અને દીપડાનું લોકેશન મેળવી પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી જોકે દીપડો ચકમો આપી બીજા ગામાં તરફ જતા રહ્યો હતો બાદમાં અન્ય કોઈ સ્થળેથી ફરિયાદ ન મળતા દીપડો જામનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં જતાં રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે ફરી એકવાર મોરબી તાલુકાના છેવાડાના ગીડચ ગામમાં દીપડાએ ધામાં નાખ્યા હતા જે અંગે ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી ગામમાં દીપડાના ફૂટ માર્ક આધારે લોકેશન મેળવવા તપાસ હાથ ધરી હતી

