HomeGujaratહળવદ નજીક નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો હોવાની આશંકા

હળવદ નજીક નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો હોવાની આશંકા

હળવદ શહેર નજીક આવેલા મોરબી-માળીયા ચોકડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવાન નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થયા બાદ લાપતા બન્યો હતો જે અંગેની સ્થાનિકોને જાણ થતા આ યુવાન ડૂબ્યો હોવાની આશંકાએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર અને સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી માહિતી મુજબ હળવદ શહેર નજીક માળિયા મોરબી ચોકડી પાસેથી નીકળતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં વાંકાનેર નો વતની અને દાડમ ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઓફિસમાં કામ કરતા સંદિપ કિર્તિભાઈ વ્યાસ નામનો 27 વર્ષનો યુવાન નહાવા પડ્યો હતો જોકે બાદમાં તે લાપતા થઇ ગયો હતો પરિચિત લોકો દ્વારા તેની શોધખોળ કરવા છતાં પત્તો ન લગતા આ યુવાન કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરતા ફાયર અને સ્થાનિક તરવૈયા દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે કોઈ પત્તો લાગ્યો ન હતો. માત્ર કેનાલ કાંઠેથી યુવાનનું બાઈક, કપડા, ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. મોડે સુધી ફાયરની ટીમ સ્થાનિક તરવૈયાઓએ યુવાનની શોધખોળ ચાલુ રાખી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો બીજી તરફ હળવદ પોલીસ ટીમ પણ સ્થળ પર પહોચી તેમના દ્વારા પણ યુવકની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW