HomeGujaratલાલપર ગામ નજીક થી 3210 થી વધુ પેટી દારૂનો જથ્થો ઝડપાયો, દશ...

લાલપર ગામ નજીક થી 3210 થી વધુ પેટી દારૂનો જથ્થો ઝડપાયો, દશ જેટલા લોકોની ધરપકડ,

મોરબી તાલુકાના લાલાપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસ.એમ.સી એ દરોડા પાડયો હતો.
અને સ્થળ પરથી 3210થી વધુ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો હતો . અને સ્થળ પરથી 10 લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા દારૂની કિંમત અંદાજિત એક કરોડથી પણ વધુ હોવાનું જાણવા મળ્યુ છે.

મોડી રાત્રે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટની અંદર આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં કરોડો રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શાનવી ટ્રેડિંગ લખેલ ગોડાઉનમાં દરોડા પાડતા ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ, ટ્રક, બોલેરો અને કાર મળી કુલ બે કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન માં હાજર શ્રમિકો અને ડ્રાઇવર સહિત 10 લોકોને શંકા ના દાયરમાં લઇ ને તપાસ હાથ ધરી છે. જોકે આ ગોડાઉન માંથી હળવદ વાકાનેર થાન ચોટીલા અને મોરબીમાં દારૂની સપ્લાય કરવામાં આવતો હોવાનો ધડાકો થયો છે. રાજસ્થાનના ભરત મારવાડી સાથે જીમિત સંકરાલા નામનો શખ્સ ભાગીદારી માં દારૂનો વેપલો કરતો હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી

લાલપર ગામના ગોડાઉન નં.10 મા જીમિત સંકરાલા પટેલ, અમદાવાદ રહે, લાલપર ખાતે ગોડાઉન સાત મહિનાથી ભાડે રાખી દારુનો ધંધો કરતા હતાં. જેની માહીતી એસ.એમ.સીને મળતા ગત રાત્રે દરોડો પાડયો હતો જયાથી એક બે નહિ પણ 3210 પેટી દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત હોન્ડા સિટી, બે બોલેરો, ટ્રક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

જીમિત પટેલ રાજસ્થાનના ભરત મારવાડી સાથે ભાગીદારમાં ધંધો કરતા હતા અને ત્યારથી જથ્થો પણ લઈ આવતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW