હળવદના ટીકર રણ વિસ્તારમાં મોટા પાયે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ વચ્ચે ગઈ કાલે રાત્રે હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી દરોડો પાડી સ્થળ પરથી રેતી ચોરીનું કારસ્તાન પકડી પાડ્યો હતો GJ.36.V.4777, અને GJ.36.X.1928 નંબરના ટ્રક, GJ-25-B-8677 નંબરનો હીટાચી મશીન,GJ-12-CM-2716 નંબરનું જેસીબી,GJ-36-F-4563 નંબરની ટ્રેક્ટર ટ્રોલી અન્ય એક નંબર વગર નું ટ્રેક્ટર ટ્રોલી તેમજ બે હુડકા સહીતના રૂ 71 લાખનો મુદામાલ જપ્ત કરાયા હતા અને તમામ મુદામાલ હળવદ પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા તેમજ આ અંગે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ની ટીમને જાણ કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ પણ હરકત માં આવી હતી અને તપાસ હાથ ધરી હતી

