HomeGujaratમોરબીના મકનસરમાં પડતર જમીનમાં ખેતી કરતા પિતા પુત્રને જગ્યા ખાલી કરી દેવાનું...

મોરબીના મકનસરમાં પડતર જમીનમાં ખેતી કરતા પિતા પુત્રને જગ્યા ખાલી કરી દેવાનું કહી ચાર શખ્સે કર્યો હુમલો

મોરબીના મકનસર ગામેં મારામારીની ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

મોરબી તાલુકાના મકનસર ગામેં વર્ષોથી સરકારી ખરાબામાં ફેરવાયેલી જમીનને પિતા-પુત્રએ આજીવિકાનું સાધન બનાવવા માટેની કોશિશ કરતા ચાર શખ્સોએ સરકારી ખરાબાને ફળદ્રુપ બનાવતા પિતા-પુત્ર ઉપર ધારિયા, પાઇપ અને લાકકીથી તૂટી પડ્યા હતા અને પડતર જમીનને રોજીરોટીનું સાધન બનાવવાની કોશિશને પિતા-પુત્રને હોસ્પિટલના બિછાને પહોંચાડ્યા હતા.

મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુળનગર રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા નવઘણભાઈ કુકાભાઈ સુરેલામકનસર ગામની સીમમાં માટેલિયા પટ નામથી ઓળખાતી ઈરીગેશન વિભાગની સરકારી ખરાબાની જમીન છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ખેડતા હોય છે અને તે જમીનની બાજુમાં આરોપીઓની જમીન આવેલ છે જેથી ૧૫ દિવસ પહેલા આરોપીઓએ આ જમીન ખેડવાની ના પાડી હતી.જો મેં ફરિયાદી છેલ્લા ૩૦ વર્ષથી ત્યાં વાવતા હોય તે તેના દીકરા નરેશ સાથે ત્યાં ખેડવા માટે ગયા હતા. તે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા મૈયાભાઈ કોળીએ લોખંડના ધારિયા વડે, લોખંડના પાઇપ વડે,લાકડી અને પાઇપ વડે પિતા અને પુત્ર સહિત અન્યોને માર મારતા ઈજા પહોંચી હતી. બનાવ અંગે નવઘણભાઈએ મૈયાભાઈ રણછોડભાઈ કોળી, સુખાભાઈ રણછોડભાઈ કોળી, મંગાભાઈ રણછોડભાઈ કોળી અને કલ્પેશભાઈ રણછોડભાઈ કોળી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે ફરિયાદ નોંધવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW