મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકમાં આવતા મોરબી અને ટંકારા તાલુકાના 6 જેટલા વિકાસ કામ તેમજ પડધરી તાલુકાના 6 ગામમાં કુલ 32.15 કરોડના રોડ રસ્તા પ્રોટેક્શન વોલ તેમજ માઇનોર બ્રીજ અને કોઝવે સહિતના કામને મંજુરી મળી ગઈ છે અને તે અંગેના માર્ગ મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવતા આગામી દિવસમાં આ તમામ કામ વહેલી તકે શરુ થાય તેવી આશા વ્યક્ત કરી છે આ મુદે ધારાસભ્ય દુર્લભજી દેથરીયા દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ તેની સરકાર અને સબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત બાદ પડધરીના ઢોકળીયા ખંભાળા ન્યારા રોડ પર મેજર બ્રિજ, એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલને મંજૂરી મળી છે. જ્યારે પડધરી તાલુકાના એસ.એચ. થી ખામટા, ખજુરડી, ખોડાપીપર રોડ, સેક્શન-2, ડેમ સાઈટથી ખજુરડી રોડ કોઝવે, પ્રોટેક્શન વોલને મંજૂરી મળી છે. આ ઉપરાંત પડધરી તાલુકાના એમ.ડી.આર. થી નાના ખીજડીયા રોડ પર માઈનોર બ્રિજ એપ્રોચ અને પ્રોટેક્શન વોલ, સરપદડ-મોટા ખીજડીયા રોડ પર સબમર્શીબલ બ્રિજમાં 2 ગાળા વધારવાના એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી અપાઈ છે. ઉંડ ખીજડીયા એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઈન એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી મળી છે. મોરબીના લખધીરનગર થી અદેપર રોડ પર 7 મી. સ્પાનના 5 ગાળાનો માઈનોર બ્રિજ અને 50 મીટરનો વોન્ટેડ કોઝવે મંજૂર કરાયો છે. આ ઉપરાંત ટંકારા તાલુકાના નેકનામ-રોહીશાળા રોડ, નેસડા-ખાનપર રોડ અને ખીજડીયા-નસીતપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી મળી છે. જ્યારે એસ.એચ. થી બંગાવડી રોડ પર મેજર બ્રિજ અને એપ્રોચનું કામ અને એસ.એચ. થી જીવાપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી આપવામાં આવી છે.

