HomeGujaratમોરબી જિલ્લામાં માવઠાના માહોલ બાદ ઠંડીનું જોર વધ્યું લઘુતમ તાપમાન ફરી એકવાર...

મોરબી જિલ્લામાં માવઠાના માહોલ બાદ ઠંડીનું જોર વધ્યું લઘુતમ તાપમાન ફરી એકવાર 13 ડીગ્રી સુધી ગગડ્યું

મોરબી સહીત સૌરાષ્ટ્ર ભરમાં 1થી 3 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો અને બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યા હતા તો શનિવારે માળિયા અને ટંકારા તાલુકામાં છુટા છવાયા ઝાપટા પણ પડ્યા હતો કચ્છ અને આસપાસના જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો ત્રણ દિવસના કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો જેની અસર મોરબી જિલ્લા પણ પડી છે અને આંખો દીવસ ઠંડા પવન ફૂકાવવાના કારણે વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી પડે છે તો દિવસ દરમિયાન પણ વાતાવરણ ઠંડુ રહેતા લઘુતમ તાપમાન 30 ડીગ્રી કરતા નીચું નોધાઇ રહ્યું છે

મોરબી શહેરમા સોમવારે લઘુતમ તાપમાન 13 ડીગ્રી સુધી ગગડી ગયો હતો દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂકાવવાના કારણે મહતમ તાપમાન 28 ડીગ્રી નોધાઇ છે અચાનક મોરબી જીલ્લામાં ઠંડીનું જોર વધતા ફરી મહા મહિનામાં પોષ મહિના જેવી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW