મોરબી જિલ્લા કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ કિશોર ચીખલીયાની નિમણુક થયા બાદ આજે તેમનો પદ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા આગેવાનો પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ જેરાજ પટેલ પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા કે 28 વર્ષથી શાસનમાં ન હોવા છતાં કોંગ્રેસે જેને 7 વાર ટીકીટ આપી ચૂંટણી લડવાનો મોકો આપ્યો હતો આવા વ્યક્તિને અસંતોષ થાય તેના વિશે શું કહેવું જયારે આપણે નાના હોય ત્યારે આપણા બાપ આપણા માટે બધું કરે છે જયારે બાપ ઘરડો થાય અને તેને સહારાની જરૂર પડે ત્યારે દીકરો તેમણે છોડી મુકે તો તે ખાનદાની ન કહેવાય તેમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કેટલાય આગેવાનો એવા છે જેને ભાજપે ડર અને લાલચ આપી પોતાનામાં ભેળવી લીધા છે ખરેખર તેઓ તેમાં રહેવા માંગતા નથી પણ મજબુરી છે ભાજપની ભયવાળા નીતિના કારણે દેશનો તમામ વર્ગ મજબુરીમાં તેની સાથે જાય છે
ભાજપની કામ કરવાની પદ્ધતિ એટલી સારી હોય તો ચુંટણી વખતે આમારા આગેવાનોની શા માટે જરૂર પડે છે આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા અને જે પણ સાંસદોની ટીકીટ કાપવી પડી તેનો અર્થ એ થયો કે કામગીરી થઇ નથી એન્ટી ઇન્કમબન્સીના ડરે ઉમેદવારો બદલવા પડ્યા છે.તેમના નેતાઓ પ્રજાની નજરમાં ઉતરી ગયા છે પક્ષે જાહેર કરવું જોઈએ કે કેમ તેમના સાંસદોને પડતા મુકવા પાડ્યા તેમના શું કારનામાં છે જેથી શું કામ તેમને ટીકીટ ન આપી તેના કારણ જણાવવા જોઈએ
કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરવા મુદે જણાવ્યું હતું કે તેમના પક્ષ દ્વારા ઉમેદવારોના નામને લગતી કામગીરી પૂર્ણ થઇ ગઈ છે સ્ક્રીનીંગ કમિટી સામે પણ નામ મુકાઈ ગયા છે આગામી દિવસે યોગ્ય સમયે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે
મોરબી જિલ્લા કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ કિશોર ચીખલીયાના પદ ગ્રહણ સમારોહમાં રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયા,પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા મોહમદ જાવીદ પીરજાદા ઋત્વિક મકવાણા ઉપરાંત અલગ અલગ આગેવાનો હોદેદારો હાજર રહ્યા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા


