હજારની વસ્તી ધરાવતા ગામના 256 એન્જિનિયર, 146 ડોકટર, ત્રણ ડીવાયએસપી, એક એસપી, સચિવાલયમાં એક કલેકટર સહિત 60 ટકા નોકરિયાત વર્ગ અને સીરામીકમાં સંકળાયેલો 30 ટકા વર્ગ
મોરબીનું બગથળા ગામને જિલ્લાનું શિક્ષિત ગામ તરીકે ઓળખવામાં આવે છે ર વધી રહેલું શિક્ષણ કારણભૂત છે. વર્ષોથી આ ગામ માત્ર મોરબી જિલ્લામાં શિક્ષણ માટે મોખરે રહે છે.રાજાશાહી વખતથી આ ગામમાં શહેર કરતા પણ બહેતર સુવિધાઓ છે.ગામમાં ક્યાંય પણ સ્વચ્છતાનો અભાવ ન જોવા મળે. બધી જ જ્ઞાતિના લોકો રહેતા હોવા છતાં માથાકૂટ થઈ નથી. આ ગામના પૂર્વજોનો શરૂઆતથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી એકદમ શાંતિથી બધા ગામો કરતા પણ સૌથી વધુ વિકસિત બનવાનો ઉદ્દેશ 30 વર્ષ પહેલાં જ સાકાર થઈ ગયેલો છે.
બગથળા ગામના વતની અને ટેલિફોન ખાતાના સબ ડિવિઝન ડે. એન્જિનિયર તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થયેલા અધિકારી ઠોરિયા અને નિવૃત શિક્ષક અવચરભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે,તેમના ગામમાં આઝાદી પછી 1950માં શિક્ષણનો પાયો નખાયો અને ગામમાં ત્યારથી શરૂ થયેલી સરકારી પ્રાથમિક શાળામાં એ સમયના બધા જ બાળકો શિક્ષણ લેવા મંડ્યા. જો કે તેમના ગામના એ સમયના વડીલો જૂની રૂઢીવાદી માનસિકતા ધરાવતા જ ન હતા. એ સમયે દીકરાની જેમ દીકરીઓને પણ સમાન ગણી કોઈ ભેદભાવ રાખ્યા વગર દીકરીઓ અને દીકરાઓને અલગ અલગ એટલે કુમાર અને કન્યા શાળામાં ભણાવતા અને ત્યારથી ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી અને પ્રાથમિક શિક્ષણ બાદ 8થી 12 સુધીની વર્ષ1959માં સરકારી હાઈસ્કૂલ શરૂ થતાં એક તબબકો એવો આવ્યો કે,70-80ના દાયકામાં મોરબી જ નહીં સૌરાષ્ટ્રભરના બધા જ ગામોને પાછળ રાખી શિક્ષણ ક્ષેત્રે બગથળાએ મોખરાનું સ્થાન મેળવેલું, બગથળા ગામની 1950માં 3 હજારની વસ્તી અને શિક્ષણ અને ધંધા માટે ગામનું ઉતરોતર શહેરીકરણ થવા છતાં હાલ5 હજારની વસ્તી ધરાવતા ગામના 256 એન્જિનિયર, 46 ડોકટર,સચિવાલયમાં એક કલેકટર, ત્રણ ડીવાયએસપી,એક એસપી,એમ ડી પછી સુપર સ્પેશિયાલિસ્ટ બનનાર પાંચ, 40 વર્ષ પહેલાં આઈઆઈએમના એમબીએ કરનાર ગામના હસખુમ મેરજા હાલ તેઓ કેનેડા જોબ કરતા હોય તેમનો પુત્ર સન્ની નોટરી સહિત 60 ટકા નોકરિયાત વર્ગ અને સીરામીકમાં સંકળાયેલો 30 ટકા વર્ગ છે.ગામની આઝાદી પછી શરૂ થયેલી સરકારી સ્કૂલમાં મગનભાઈ પંડ્યાએ પ્રિન્સિપાલ તરીકે ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવી ગામના બાળકોને એ સમયે સારું શિક્ષણ, સંસ્કારોથી જીવનનું ઘડતર કરવા સર્વાગી વિકાસ કરવામાં અનેરું યોગદાન આપ્યું હતું. ગામના શિક્ષણને એ સમયે ઉચ્ચ સ્તરે લાવવા બદલ આચાર્ય મગનભાઈ પંડ્યાને 1964માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. ત્યારપછી એમના પુત્ર ટી.એમ. પંડ્યાએ આ ગામની સરકારી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે જવાબદારી નિભાવી હતી.આ બન્ને પિતા-પુત્રએ ગામના શિક્ષણ ઉચ્ચસ્તરે લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

રાજાશાહી વખતથી સુખી રહેલી ખેતી હવે હરિભરી બની
ગામના 1 હજાર જેટલા લોકો ખેતી ઉપર નભે છે. આ ખેડૂતોના જણાવ્યા મુજબ રાજાશાહીથી હમણાં થોડા વર્ષો સુધી ગામની અંદાજીત 7513 જેટલી જમીનની ખેતી સૂકી હતી. કારણ કે સિંચાઈની કોઈ વ્યવસ્થા જ ન હતી. એટલે ચોમાસામાં સારો વરસાદ થાય તો ખરીફ પાક લઈ શકાતો હતો અને તે સમયે ખેતી મુખ્ય આજીવિકા હતો. એટલે ગામલોકોને ખેતી ઉપર નભવું પડતું અને એ પછી શિક્ષણનું સ્તર વધતા ગામમાં નોકરિયાત વર્ગ વધી ગયો અને સિરામિક આવતા ગામના યુવાનોને પણ રોજગારી મળતી થઈ અને હવે છેલ્લા થોડા વર્ષોથી મચ્છુ -2 કેનાલનું પાણી આવી જતા ગામની સૂકી રહેલી ખેતી હરિભરી બની છે.
રાજવી લખધીરજીએ બગથળા ગામથી કન્યા કેળવણી શરૂ કરેલી
આઝાદી પહેલાના રાજાશાહી વખતમાં મોરબીના રાજવી લખધીરજી બાપુએ શિક્ષણ ક્ષેત્રે લોકો માટે સ્કૂલ કોલેજની સ્થાપના કરી હતી અને તેઓ કન્યા કેળવણીના હિમાયતી હોય તેમના સમયમાં પણ ચાર ઓરડામાં કેદ સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ માટે પ્રથમ બગથળા ગામથી કન્યા કેળવણી શરૂ કરી હતી અને આ ગામમાં કન્યાઓ માટે અલગ શાળા શરૂ કર્યા બાદ મોરબીમાં પણ કન્યાઓના શિક્ષણ માટે સ્કૂલ કોલેજ શરૂ કરી કન્યા કેળવણી માટે ભગીરથ પ્રયાસો કરેલા હતા.
આદર્શ ગામ તરીકે લેવા બદલ ટીકા થયેલી
બગથળા ગામની તમામ શેરીમાં ભુર્ગભ ગટર, આરસીસી રોડ,1969માં લાઈટો નખાયેલી હોય તેમજ ઘરેઘરે વર્ષોથી શૌચાલય, સફાઈ સહિતની મૂળભૂત તમામ સુવિધાઓ વર્ષોથી છે. ગામના એકપણ નાગરિકના કાચા મકાન નથી. સામાન્ય વર્ગના માણસના પણ પાકા છતવાળા મકાનો અને દરેક ઘરે બાઇક, એલઇડી ટીવી, ફ્રીજ સહિતની સુવિધાઓથી આ ગામ સમૃદ્ધ છે. ત્યારે 2019ની સાલ સાંસદ બનેલા મોહનભાઇ કુંડારિયાએ તે સમયે કેન્દ્ર સરકારની દરેક સાંસદને એક ગામને દત્તક લઈ આદર્શ ગામ કરવાની યોજનામાં તેઓ લહેલેથી વિકસિત રહેલા બગથળા ગામને આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું પણ આ ગામ બધી રીતે સુખી સંપન્ન હોય અને મોરબી શહેર કરતાંય પણ સારી સુવિધા હોવાથી આ ગામને આદર્શ ગામ તરીકે લેવા બદલ ટીકાઓ થઈ હતી.

