મોરબી નગર પાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરનાર આસામીઓને બાકી વેરો ભરવા પાલિકા દ્વારા અલગ અલગ નોટીસ પાઠવવામાં આવી છે અને 31 સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવા સુચના આપવામાં અવિક છે તો જે મિલકત ધારકોએ લાંબા સમયથી વેરો ભરેલ નથી તેના વેરા ની રકમ 5 લાખ કરતા પણ વધારે થાય છે તેવી મિલકતના માલિકોને જપ્તી નોટીસ પણ પાઠવવામાં આવી છે હવે ધીમે ધીમે જે મિલકત ધારકોની જપ્તીની નોટીસની મર્યાદા પૂર્ણ થઇ રહી છે તેવા મિલકત ધારકો ની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરવમાં આવી છે પાલિકા દ્વારા આવી 25 જેટલી મિલકતને જ્પ્તની નોટીસ પાઠવી હતી જેમની મુદત પૂર્ણ થવાની સાથે સામા કાઠા વિસ્તારમાં પાલિકાની શુક્રવારે પાલિકાના વોરંટ અધિકારી ગાયકવાડ, હાઉસ ટેક્ષ અધિકરી દલસુખભાઈ પટેલ, લાખુભા ઝાલા, પરેશભાઈ અંજારીયા સહિતની ટીમ મિલકત ટાંચમાં લેવા પહોચી હતી મોરબીના સામા કાઠા વિસ્તારમાં આવેલા કલેકટર કચેરીના પાછળના ભાગે આવેલી લા બેલ લેમીનેટ ગ્રુપ ની જમીન આજે જપ્ત કરવામાં આવી હતી અને તેનો ગેટ સીલ કરી જપ્તી અંગેનો બોર્ડ મારી દેવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે આ મિલકતધારક દ્વારા 2008થી મોરબી પાલીકાનો વેરો ભરપાઈ કરેલ નથી અને પાલિકાને આ મિલકત ધારક પાસેથી વેરા પેટે 54.27 લાખ જેટલી રકમ વસુલ કરવાની બાકી હોય જેથી ગુજરાત મ્યુનીસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી કબ્જા નોટિસ લગાડી સાંકેતિક કબ્જો લઈ આ મિલકત કોઈ એ લે – વેચ ન કરવાની સાથે સોદાખત પણ ન કરવા તાકીદ કરી છે.
આ ઉપરાંત મોરબી નગર પાલિકા દ્વારા આગામી દિવસમાં અલગ અલગ મિલકત સીલ કરવા માટે પણ તૈયારી શરુ કરી દીધી છે અને આગામી દિવસમાં હજુ બાકી મીલ્કત પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે,

