HomeGujaratમોરબીમાં બેંક ઓફ બરોડાની ડિજિટલ બેન્કિંગ યુનીટનો પ્રારંભ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કર્યું ઉદ્ઘાટન

મોરબીમાં બેંક ઓફ બરોડાની ડિજિટલ બેન્કિંગ યુનીટનો પ્રારંભ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કર્યું ઉદ્ઘાટન

મોરબી ખાતે બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લાલસિંહ દ્વારા ડિજિટલ બેન્કિંગ યુનિટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે બેંક ઓફ બરોડા દ્વારા ડિજિટલ બેન્કિંગ યુનિટની શરૂઆત કરવામાં આવી રહી છે. આવા જ એક ડિજિટલ બેન્કિંગ યુનિટની શરૂઆત આજરોજ મોરબી ખાતે બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લાલસિંહ દ્વારા કરવામાં આવી.

આ તકે રાજકોટ ઝોનલ ઓફિસ નાં જનરલ મેનેજર સુશાંત મોહંતી એ જણાવ્યું કે,ડિજિટલ બેન્કિંગ યુનિટ નો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિક સુધી ડિજિટલ બેન્કિંગ સેવાઓનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. ડિજિટલ બેન્કિંગ યુનિટ વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ જેમકે બચત ખાતા ખોલવા, પાસબુક પ્રિન્ટ કરવી, ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવું, લોન ની અરજીઓ કરવી તેમ જ અન્ય ડિજિટલ બેન્કિંગ સેવાઓ આપવા સજ્જ હોય છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે ડિજિટલ બેન્કિંગ એકમ થકી પેપર લેસ વ્યવહારો થશે જેથી પર્યાવરણની પણ સુરક્ષા થશે તેમ ઉમેર્યું હતું.આ પ્રસંગે બેંક ઓફ બરોડા ના ગ્રાહકો તથા મોરબી શહેરના અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ સુવિધા તમામ નાગરિકોને ડિજિટલ વ્યવહારો કરવામાં ખૂબ મદદરૂપ થશે.

આ ઉપરાંત મોરબી ખાતે નવા ઉદ્યોગો ને વેગ આપવા માટે સ્પેશ્યલાઇઝડ એમ.એસ.એમ.ઇ. શાખાનું ખાતમુહુર્ત લાલ સિંઘ (એક્ઝિક્યુટિવ ડાયરેકટર) બેન્ક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું જે ટૂંક સમયમાં જ કાર્યરત થશે. તેઓ દ્રારા તાજેતર માં નવીનીકરણ કરવામા આવેલી મોરબી એસ. એસ. આઈ. શાખાનાં નવા બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બેંક ઓફ બરોડા રાજકોટ ખાતેના ડેપ્યુટી જનરલ મેનેજર નરેન્દ્રસિંહ તેમજ સુરેન્દ્રનગરના રિજનલ મેનજર શ્રી અશોક વાઘેલા પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW