HomeGujaratવેપારી યુવાને 60 લાખની સામે 1.50 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા...

વેપારી યુવાને 60 લાખની સામે 1.50 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા મચ્છુ ડેમમાં કુદી આપઘાત કર્યાનું ખુલ્યું

મોરબીના મચ્છુ 3 ડેમમાં બે દિવસ પહેલા રવી કુંવરજી ગોધવીયા નામના યુવાને કુદી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં હવે મૃતકના ભાઈએ 5 જેટલા શખ્સ સામે ફરિયાદ નોધાવી છે જે મુજબ મૃતક રવીએ દિનેશભાઇ આહીર આસ્થાવાળા પાસેથી રૂ 60 લાખ ધંધામાં જરૂર હોવાથી વ્યાજ પેટે લીધા હતા જોકે આ 60 લાખના બદલામાં 1.50 કરોડ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં આ વ્યાજ ખોરો દ્વારા અલગ અલગ નામથી ચેક બેંકમાં નાખી ખોટી રીતે ચેક રીટન કરતા હોવાનું તેમજ દિનેશભાઇ આહીર આસ્થાવાળારાજુભાઇ બોરીચા લાલાભાઇ શનાળા વાળો અને આ ઉપરાંત ભાવેશ ગોધવીયાએ ધંધા માટે આપેલા રૂપિયાની ઉઘરાણી ના નામે ધાક ધમકી અપાતા હોય અને ચાર આરોપી વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત રવિભાઈ સંજય ભરવાડ નામના યુવકને 12 લાખ તેમજ જયેશ કાસુન્દ્રાને રૂ 2 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા તે પણ આ લોકો પરત ન કરતા છેલ્લા કેટલાય સમયથી આર્થિક ભીડ અનુભવતા હોવાનું સામે આવ્યું છે તો ટ્રેડીંગના વ્યવસાયમાં તેને અલગ અલગ લોકોને ઉધાર માલ આપ્યો હતો જે માલના પણ વેપારીઓ પાસેથી પૈસા પાછા આવતા ન હોવાથી રવી ડીપ્રેશનમાં આવી ગયો હતો અને મચ્છુ 3 ડેમમાં કુદી આપઘાત કરી લીધો હતો મૃતકના ભાઈ અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવિયા એ તેના ભાઈના આપઘાત માટે દિનેશભાઇ આહીર આસ્થાવાળા, રાજુભાઇ બોરીચા ખાખારાળા વાળા
લાલાભાઇ શનાળા વાળો,ભાવેશ ગોધવીયા વાવડીવાળા,સંજય ભરવાડ, જયેશ કાસુન્દ્રા,વિકાશભાઇ પડસુંબીયા રહે.નાની વાવડી સહિતના આરોપી સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ આધારે તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ-૩૦૬, ૫૦૬, ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૫, ૩૩(૩), ૪૦, ૪૨, મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW