હળવદ તાલુકાના એક ગામમાં મજુરી કામ માટે આવેલી ગત તા ૩ ના રોજ તેને પ્રસુતિની પીડા ઉપડતા પ્રથમ હળવદ સિવિલ હોસ્પિટલમાં બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો જોકે આ ઘટના બાદ સગીરાની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી જોકે સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું
સગીરા સાથે અગાઉ કોઈ સ્થળે દુષ્કર્મ થયું હતું તે તેના કારણે તે ગર્ભવતી થઇ હતી. ઘટનાની અગાઉ દેવ ગઢ બારિયા પોલીસ મથકમાં જીરો નંબરથી એફ આઈ આર નોધાઇ હતી જે બાદ હળવદ પોલીસ દ્વારા જરૂરી તપાસ પૂર્ણ કરી રીપોર્ટ દેવ ગઢ પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો હાલ સગીરાના મોતની ઘટનામાં એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની વધુ તપાસ પી આઈ ડી એમ ઢોલ ચલાવી રહ્યા છે

