મોરબીમાં રહી મજુરી કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના મોલડી ગામનો વતની કાનાભાઈ કરસન પરમાર નામનો યુવાન ગત તા 14 ના રોજ બપોરના સમયે મોરબી માળિયા હાઇવે પર લક્ષ્મી નગર રોડની સાઇડમાં ઉભો હતો તે દરમિયાન અચાનક GJ-39-T-6318 નંબરનો ટેન્કર ધસી આવ્યો હતો અને કાનાભાઈને ઠોકર મારી હતી બનાવમાં યુવકને ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે મૃતક યુવકના પિતા કરશનભાઈ દાનાભાઈ પરમારની ફરિયાદ આધારે ટેન્કર ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

