માર્ચ મહિનો નજીક આવતા વિવિધ વિભાગ દ્વારા ટેક્સ ઉઘરાણી તેજ કરી દેવામાં આવતી હોય છે ત્યારે જીએસટી વિભાગ પણ કેમ પાછળ રહે મોરબીમાં 2024 નું વર્ષ શરુ થયા બાદથી જીએસટીની ટીમના આંટાફેરા વધી ગયા છે અને અવાર નવાર અલગ અલગ ફેકટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ટેક્સ ચોરી કરતા હોય છે ત્યારે આજે ફરી એકવાર મોરબીના પીપળી રોડ તેમજ વાંકાનેરના તાલુકામાં આવેલી ફેકટરીમાં જીએસટીની ટીમ ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર નજીક આવેલા સન કોર સિરામિક નામના એકમ તેમજ પીપળી રંગપર રોડ પર સેઝ સિરામિક તેમજ લખધીરપુર રોડ પર આવેલ શુભ સિરામિકમાં એમાં અલગ અલગ ત્રણ સ્થળે એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સર્ચ ઓપરેશન કાર્યવાહી શરુ થતા ની સાથે જીએસટી ટીમ દ્વારા ફેક્ટરીમાં લોકો તેમજ માલ સમાનની આવન જાવન બંધ કરી દીધી હતી અને પોલીસનો પહેરો ફેક્ટરી બહાર ગોઠવી દેવામાં આવ્યો હતો ફેકટરીમાં આંખો દિવસ સર્ચ ઓપ રેશન હાથ ધર્યું હતું જોકે આ ત્રણેય ફેક્ટરી માંથી કેટલી કર ચોરી તેની માહિતી સામે આવી શકી નથી હાલ જીએસટી ટીમ દ્વારા ફેકટરીના હિસાબી દસ્તાવેજ તેમજ લેપટોપ તેમજ ડીઝીટલ હિસાબી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું હતું

