માળીયા મીયાણા તાલુકો હજુ પણ 19મી સદીમાં જીવતો હોય એમ મોટાભાગની અસુવિધા જોવા મળે છે મોરબી જિલ્લાના માળીયા પંથક હજુ પણ અવિકસિત હોવાથી પછાત તાલુકા તરીકે ગણના થાય છે.અત્યાર સુધીમાં વિકાસ જ થયો ન હોય ત્યારે આ માળીયા તાલુકાનું લક્ષ્મીનગર ગામ સુવિધાઓ મળવું એક સ્વપ્ન બની જાય આઝાદીથી અત્યાર સુધીની કોઈપણ પક્ષની સરકાર કે તંત્રએ માળીયા તાલુકાના ઉધાર ન કર્યો હોય ઉપરથી મેઘરાજાની કૃપા પણ યોગ્ય રીતે વરસતી ન હોવાથી આ ગામમાં પણ વર્ષોથી વરસાદ આધારિત જ ખેતી છે. વરસાદ ન વરસે ત્યારે ગામમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સિંચાઈની સુવિધાઓ જ ન હોવાથી સારો વરસાદ પડે ત્યારે જ અને એ પણ એક સીઝનનો જ ખેડૂતો પાક લઈ શકતા હોય અને બાકીના સમયમાં ગામની ખેતી એકદમ સૂકી જ રહે છે.એક સદી પહેલા નાનાભેલા ગામમાંથી અલગ પડીને લક્ષ્મીનગર નવું ગામ બન્યું હતું. ગામમાં વસતા મોટા ભાગના લોકો મોરબી તરફ જતા રહેતા આર્થિક સ્થિતિ સુધરી જેથી શહેરની સાથે ગામમાં પણ મકાન પાકા બની ગયા હોય પણ વર્ષો અગાઉ આશરે 1100ની વસ્તી હતી પરંતુ શહેરીકરણના કારણે હવે માત્ર 600 જેટલી વસ્તી બચી હોય આ ગામમાં સારા રોડ રસ્તા, લાઈટ, આરોગ્ય, 90 ટકા શિક્ષણ, સફાઈ, શૌચાલય, ઘરે ઘરે નળ એટલે પાણીનું સૌથી મોટું સુખ છે, ગામમાં બધી જ જ્ઞાતિના લોકો વર્ષોથી વસતા હોય પણ આ દરેક ગામલોકોમાં એવો અનેરો સંપ છે કે, આઝાદીથી અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જ થઈ નથી. દરેક વખતે ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય અને બે વખતથી સ્ત્રી સશક્તિકરણની દિશામાં ગ્રામજનોએ પહેલા કરતા આ ગ્રામ પંચાયત બે વખત મહિલા સમરસ જાહેર થઈ છે. દરેક વખતે ચૂંટણી અગાઉ ગ્રામજનો મંદિરે ભેગા થઈને સર્વાનુમતે એક સરપંચ નક્કી કરે એ જ સરપંચ રહે અને સમગ્ર ગ્રામ પંચાયત બોડીની બિનહરીફ વરણી થાય છે. જો કે આ ગામમાં પીવાના પાણીની તો કોઈ સમસ્યા નથી. પણ ખેતી માટે પાણીના ફાંફા છે. કારણ કે, આજ સુધી આ ગામમાં કેનાલનું પાણી પહોંચ્યું જ નથી. ખેતી માટે અત્યાર સુધીમાં સિંચાઈની કોઈ સુવિધા જ ન હોવાથી વર્ષોથી જ્યારે જ્યારે ખેતીને અનુકૂળ સારો વરસાદ પડે ત્યારે જ અને એ પણ એક જ સીઝન પૂરતો જ ખેડૂતો પાક લઈ શકે છે.

