મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનમાં અવારનવાર એન્જીનમાં ખામી સર્જાવવાના કારણે બંધ પડી જતી હોય છે અને તેના કારણે વાંકાનેરથી લાંબા અંતરની ટ્રેન પકડવા માગતા મુસાફરો છેલ્લી ઘડીએ રઝળી પડતા હોય છે ત્યારે મંગળવારે વહેલી સવારે 6 :15 વાગ્યે મોરબી સ્ટેશનથી ઉપડતી ડેમુ ટ્રેનના એન્જીનમાં ખામી સર્જાઈ હતી અને તેના કારણે સવારે વાંકાનેર જનારા મુસાફરો તેમજ દરરોજ ઢુવા રફાળેશ્વર તેમજ મકનસર જવા માગતા મુસાફરો રઝળી પડ્યા હતા અને છેલ્લી ઘડી દોડા દોડી થઇ ગઈ હતી.જેના કારણે મોરબી નજરબાગ રેલવે સ્ટેશનથી વહેલી સવારે મુસાફરો સમયસર વાંકાનેર નહિ પહોંચી શકતા વાંકાનેરથી 6.47 ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન ચુકી જવાતા મુસાફરોમાં રેલવે તંત્રની લાપરવાહ નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.

