HomeGujaratમોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્ર હિમાંસુને હાર્ટ એટેક આવતા મોત

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્ર હિમાંસુને હાર્ટ એટેક આવતા મોત

રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોત થવાની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે ખાસ કરીને 30થી 50 વયના લોકોમાં તેનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબી શહેરમાં ફરી એકવાર હાર્ટ એટેકથી યુવાન મોત થયું હોવાની ઘટના સામે આવ્યું છે. મોરબીની જાણીતી ઠાકર લોજના માલિક અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપના કારોબારી સદસ્ય હંસાબેન ઠાકરના 39 વર્ષીય પુત્ર હિમાંસુભાઈ (લાલા) ને ગત રાત્રીના આબુ ખાતે હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ભાજપ આગેવાનના ઘરમાં અચાનક આવી પડેલી આફતથી પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW