રાજ્ય સરકાર દ્વારા આજે આગામી નાણાકીય વર્ષ 2024-25 ના આવક અને ખર્ચનું અંદાજ પત્ર રજુ કર્યું હતું રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં 3,32,465 કરોડના કદનું બજેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ મોટી જાહેરાત કરવામાં આવી છે સીએમ ભુપેન્દ્ર પટેલ સરકાર જાણે મોરબી પર મહેરબાન હોય તેવી સ્થિતિ જોવા મળી છે રાજ્ય સરકાર દ્વારા મોરબી વાસીઓની વર્ષોજુની માંગણી એવા મોરબીના મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની માંગણીએ સ્વીકારતા સમગ્ર મોરબીવાસીઓની ખુશી છવાઈ ગઈ છે આ ખુશીમાં નાણા મંત્રીએ વધારો કરતી જાહેરાત કરી જાણે સમગ્ર મોરબી ને અવનવી ભેટ આપી છે
રાજ્ય સરકાર દ્વારા આજે રજુ કરેલા બજેટમાં અલગ અલગ વિકાસ કામની જાહેરાત કરી છે જેમાં મોરબી જેવા ઔદ્યોગિક નગરીમાંથી મોટા પાયે અલગ અલગ ઉત્પાદન થયેલા ઉત્પાદિત ચીજ વસ્તુઓના સુરક્ષિત અને ઓછા ખર્ચ આવે એટલે કે ઉત્પાદિત વસ્તુના લોજીસ્ટીક ખર્ચ ઘટાડવા રફાળેશ્વર ખાતે તેમજ જુના બેડી પોર્ટને વિકસિત કરવા રૂ 100 કરોડની જાહેરાત કરી છે
આ ઉપરાંત મોરબી જિલ્લાના છેવાડાનો વિસ્તાર એવા માળિયા મિયાણા પંથકમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવાના ઉદેશથી સુરેન્દ્રનગરના ઢાકી પમ્પીગ સ્ટેશન થી માળિયા મિયાણા સુધી 120 કિમી સુધીની પાણી લાઈન પાથરવા રૂ 1200 કરોડની જોગવાઈ કરી છે
મોરબી જીલ્લામાં કૃષિ વિકાસ અને સંસોધનની વિશાળ તકો રહેલી હોય અને તેને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં કૃષિ કોલેજની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી મોરબી અને કચ્છ માં કૃષિ કોલેજ અને ખેડ બ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી કોલેજ માટે રૂ 930 કરોડની જાહેરાત કરી છે
દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલના 300 બેડમાં ડેવલપ કરવાની જાહેરાત કરી છે મોરબીની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં હાલ મેડીકલ કોલેજ કાર્યરત થતા સિવિલ હોસ્પિટલ વિકાસ થશે
કોસ્ટલ હાઈવેના નિર્માણ

