HomeGujaratમોરબી નજીક નર્મદા કેનાલ માં ડૂબેલા સગીરનો મચ્છુ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબી નજીક નર્મદા કેનાલ માં ડૂબેલા સગીરનો મચ્છુ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના લખધીરપુર રોડ વિસ્તારની નર્મદા કેનાલમાં રવિવારે એક સગીર ડૂબી ગયો હતો જે અંગેની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા કેનાલમાં કુદી શોધખોળ શરુ કરી હતી મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં સગીરનો પત્તો ન લાગતા આજે ફરી એકવાર શોધખોળ શરુ કરી આ દરમિયાન બાળકનો મૃત દેહ પાણીના પ્રવાહમાં તણાઈ છેક મચ્છુ 2 ડેમ સુધી પહોચી ગયો હતો જે અંગેની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તપાસ કરી હતી અને સગીરનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં બાળકનું નામ અલખરામ તુલસીરામ અને તેની ઉમર 12થી 13 વર્ષ વચ્ચે હોવાનું અને તે ઉત્તર પ્રદેશના ગોંડ જિલ્લા ના વતની હોય સગીર લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં પરિવાર સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW